રાજકોટમાં ઈમિટેશનના ધંધામાં રૂા.3 કરોડ ગુમાવ્યા
રાજકોટમાં ઈમિટેશનના ધંધામાં રૂા.3 કરોડ ગુમાવ્યા
Published on: 09th October, 2026

રાજકોટમાં જસદણના ભાવિક હિરપરા નામના મોબાઈલ સ્પેરપાર્ટસના વેપારીએ ઈમિટેશનના ધંધામાં ૧૦ થી ૧૫ ટકા નફાની લાલચમાં આવીને આરોપી અશોક મોહન મોલીયા અને તેના બે પુત્રો નિકુંજ તથા પ્રતિકને રૂા.૩.૦૫ કરોડ આપ્યા હતા. પાંચ વર્ષ પહેલાં પરિચિત અશોકભાઈએ પોતાના પુત્રોના ઈમિટેશનના ધંધામાં રોકાણ કરવાની સલાહ આપી હતી. ભાવિકે શરૂઆતમાં રૂા.૨૧ લાખ, બાદમાં રૂા.૮૬ લાખ, એક કરોડની બેંક લોન અને રૂા.૯૭.૯૬ લાખ સગા-સંબંધીઓ પાસેથી લઈને કુલ રૂા.૩.૦૫ કરોડનું રોકાણ કર્યું હતું. ત્રણ મહિનામાં લોન ચૂકવાઈ જાય તેટલો નફો આપવાની વાત કરી હતી, પરંતુ નફો ન મળતાં અને પૈસા પરત માંગતા આરોપીઓએ ધમકી આપી હતી.