મહુધાના હેરંજ ગામે 10 વર્ષીય બાળકીનું તાવ બાદ સારવાર દરમિયાન મોત
મહુધાના હેરંજ ગામે 10 વર્ષીય બાળકીનું તાવ બાદ સારવાર દરમિયાન મોત
Published on: 15th October, 2026

મહુધા તાલુકાના હેરંજ ગામે 10 વર્ષીય બાળકી રતનબેનના તાવ અને ગળાની તકલીફ બાદ સારવાર દરમિયાન નિધન થયું છે. ઘટના બાદ રાજ્ય અને જિલ્લા આરોગ્ય વિભાગની ટીમે ગામની મુલાકાત લઈ મૃતક બાળકીના પરિવારજનો પાસેથી વિગતો મેળવી હતી. હેરંજ સબ સેન્ટર અને મમતા દિવસની કામગીરીનું નિરીક્ષણ કરી આરોગ્ય સેવાઓની સમીક્ષા કરવામાં આવી. બાળકીના પિતાના જણાવ્યા અનુસાર, પુત્રીને તમામ જરૂરી રસી આપવામાં આવી હતી અને આરોગ્ય કર્મચારીઓ નિયમિત મુલાકાત લેતા હતા. જોકે, બાળકીના નિધનનું ચોક્કસ કારણ અને આરોગ્ય સેવાઓમાં કોઈ ખામી હતી કે નહીં તે અંગે સત્તાવાર તારણ હજુ સ્પષ્ટ થયું નથી.