નડિયાદમાં દુકાનો અને ફાર્મ હાઉસમાં ચોરી કરનાર આરોપી પોલીસ સકંજામાં ઝડપાયો
નડિયાદમાં દુકાનો અને ફાર્મ હાઉસમાં ચોરી કરનાર આરોપી પોલીસ સકંજામાં ઝડપાયો
Published on: 12th July, 2026

મહેમદાવાદના ખાત્રજ ચોકડી પાસે આવેલ એક મોબાઈલની દુકાન, એક સોમીલ તથા આમસરણ પાટિયા પાસેના ફાર્મ હાઉસમાં તાજેતરમાં થયેલી ચોરીના ગુનાઓ ઉકેલાયા છે. આ ગુનાઓમાં સંડોવાયેલા આરોપીને પોલીસે ઝડપી પાડ્યો છે. તેની સામે ચરોતર વિસ્તારના 09 પોલીસ સ્ટેશનોમાં ચોરી અને જુગારના ગુનાઓ નોંધાયેલા હોવાનું બહાર આવ્યું છે. પોલીસે બાતમીના આધારે ચોરીના બાઈક સાથે આરોપીને પકડી પાડ્યો હતો, જેની પૂછપરછમાં તેણે ત્રણેય ચોરીઓની કબૂલાત કરી હતી. પોલીસે ₹2.13 લાખનો મુદ્દામાલ કબજે કર્યો છે.