અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે ST બસ સાથેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
અમદાવાદના અંજલી ચાર રસ્તા પાસે ST બસ સાથેના અકસ્માતમાં બાઇક ચાલકનું મોત
Published on: 12th July, 2026

અમદાવાદના પાલડી વિસ્તારમાં અંજલી ચાર રસ્તા પાસે ST બસ અને બાઇક વચ્ચે થયેલા ગમખ્વાર અકસ્માતમાં એક યુવકનું ઘટનાસ્થળે જ મોત થયું છે. પૂરપાટ ઝડપે આવી રહેલી બસે બાઇકને અડફેટે લેતા બાઇક ચાલક રોડ પર પટકાયો હતો. આ દુર્ઘટનાની જાણ થતાં જ પોલીસ ઘટનાસ્થળે પહોંચી ગઈ હતી. પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપી ટ્રાફિક વ્યવસ્થા પુનઃસ્થાપિત કરી હતી. પોલીસે CCTV ફૂટેજના આધારે તપાસ શરૂ કરી છે અને ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે.