અમદાવાદ રથયાત્રા: ગજરાજો પર ભક્તિના રંગ પૂરે છે આ 21 વર્ષીય યુવતી
અમદાવાદ રથયાત્રા: ગજરાજો પર ભક્તિના રંગ પૂરે છે આ 21 વર્ષીય યુવતી
Published on: 12th July, 2026

અમદાવાદની ઐતિહાસિક રથયાત્રામાં 21 વર્ષીય ઝરણા પંચાલ, છેલ્લા 4 વર્ષથી ઇકો-ફ્રેન્ડલી કલર્સનો ઉપયોગ કરીને ગજરાજો પર ભગવાન જગન્નાથજી, બલરામજી અને સુભદ્રાજીની ખાસ થીમ આધારિત આકર્ષક પેઇન્ટિંગ કરીને ભક્તિના રંગ પૂરી રહી છે. ફાઇન આર્ટ્સમાં અભ્યાસ કરનાર ઝરણા, હાથીઓની સૂંઢ, કાન અને આંખ જેવા ભાગો પર આઉટલાઇન આપી ભગવાનની થીમ્સ દોરે છે. આ ઉપરાંત, તે એક મહિના અગાઉથી ભગવાન માટે હેન્ડમેડ હારમાળા બનાવે છે અને મંદિરમાં રંગોળી દ્વારા પણ સેવા આપે છે.