સુરતના BRTS રૂટ પર મોટો ભુવો, બસના ટાયર ફસાયા
સુરતના BRTS રૂટ પર મોટો ભુવો, બસના ટાયર ફસાયા
Published on: 12th July, 2026

સુરતમાં ખાડીપૂર અને વરસાદ બાદ હવે રસ્તાઓની ગુણવત્તા સામે પ્રશ્નો સર્જાયા છે. કાપોદ્રાના રચના BRTS રૂટ પર વિશાળ ભુવો પડતાં BRTS બસના પાછળના ટાયર ફસાઈ ગયા હતા, જોકે મોટી દુર્ઘટના ટળી હતી. આ ઘટના ચોંકાવનારી છે કારણ કે થોડા સમય પહેલાં જ આ સ્થળે ડ્રેનેજનું કામ થયું હતું. જેના કારણે પાલિકાના રોડકામ અને ગુણવત્તા પર ગંભીર સવાલો ઉભા થયા છે. સ્થાનિકો આક્ષેપ કરે છે કે ફરિયાદ છતાં મેયર ઘટના સ્થળે પહોંચ્યા નથી, જે સુરતીઓમાં રોષ જગાવી રહ્યું છે.