ગીરનાર સિંહ હુમલામાં માસૂમ બાળકનું મોત: મોદજ ગામમાં શોકનો માહોલ
ગીરનાર સિંહ હુમલામાં માસૂમ બાળકનું મોત: મોદજ ગામમાં શોકનો માહોલ
Published on: 12th July, 2026

જૂનાગઢના ગિરનાર પર્વત પર સિંહના હુમલામાં 11 વર્ષના બાળકનું દુ:ખદ અવસાન થયું. આ ઘટના બાદ મહેમદાવાદના મોદજ ગામમાં 11 વર્ષના માસૂમની અંતિમયાત્રામાં સમગ્ર ગામ હિબકે ચડ્યું હતું. ગ્રામજનો અને સ્થાનિક ધારાસભ્ય સહિત મોટી સંખ્યામાં લોકોએ દુઃખ વ્યક્ત કર્યું. ગીરનારની યાત્રાએ ગયેલા પરિવાર પર આ ઘટના બની હતી, જેમાં અચાનક સિંહે બાળકાને જંગલ તરફ ખેંચી લીધો હતો. શોધખોળ બાદ બાળકના કપડાં અને અવશેષો મળ્યા હતા. આ ઘટના બાદ ગિરનારની મુખ્ય સીડી પર અવરજવર બંધ કરી દેવામાં આવી છે.