પાટડી જુગારધામ રેડ: PSI સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટડી જુગારધામ રેડ: PSI સહિત 3 પોલીસકર્મી સસ્પેન્ડ
Published on: 15th October, 2026

સુરેન્દ્રનગરના પાટડીમાં જુગારધામ પર ગાંધીનગર SMCની ટીમે સ્થાનિક પોલીસને જાણ કર્યા વિના રેડ કરતાં ખળભળાટ મચી ગયો છે. આ મામલે બેદરકારી બદલ સુરેન્દ્રનગર SP પ્રેમસુખ ડેલુએ પાટડી PSI હસમુખ ગોહિલ, પ્રવિણભાઈ કોલા અને ચેહરભાઈ ઠાકોર સહિત ત્રણ પોલીસકર્મીઓને સસ્પેન્ડ કર્યા છે. અગાઉ પણ આ સ્થળે રેડ થઈ ચૂકી છે. SMCની ટીમે રાજકોટ PI કમલેશ ઠાકોરના ભાઈ કિરણ ઠાકોરના ઘરે રેડ કરી હતી. આ ઘટના બાદ પાટડી PI અને PSIની બદલી કરી નવા PI ઉપાધ્યાયની નિમણૂક કરાઈ છે.