ગાંજાના નશામાં પાયલટ! Air India ફ્લાઈટ 300 ફૂટ નીચે આવતા 20 મુસાફરો ઘાયલ
ગાંજાના નશામાં પાયલટ! Air India ફ્લાઈટ 300 ફૂટ નીચે આવતા 20 મુસાફરો ઘાયલ
Published on: 11th August, 2026

એર ઈન્ડિયા ફરી એકવાર મોટા વિવાદમાં સપડાઈ છે. ફુકેત-દિલ્હી ફ્લાઈટ AI2379 ના પાયલટ-ઈન-કમાન્ડનો મારિજુઆના (ગાંજો) માટેનો કન્ફર્મેટરી લેબ ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે. 4 ઓગસ્ટે આ ફ્લાઈટ અચાનક 300 ફીટ નીચે આવી ગઈ હતી, જેમાં 20 મુસાફરો સહિત 24 લોકો ઘાયલ થયા હતા. બંને પાયલટોને હાલ ફ્લાઈંગ રોસ્ટર પરથી હટાવી દેવાયા છે. તપાસ બાદ આગળની કાર્યવાહી થશે.