મહેસાણા મનપાની ઓનલાઇન ફરિયાદ વ્યવસ્થા સામે સવાલ: રસ્તાનું કામ અધૂરું, ફરિયાદ 'સોલ્વ'
મહેસાણા મનપાની ઓનલાઇન ફરિયાદ વ્યવસ્થા સામે સવાલ: રસ્તાનું કામ અધૂરું, ફરિયાદ 'સોલ્વ'
Published on: 15th October, 2026

મહેસાણા મહાનગરપાલિકાની ઓનલાઇન ફરિયાદ નિવારણ વ્યવસ્થાની કાર્યક્ષમતા સામે પ્રશ્નો ઊભા થયા છે. નાગલપુર પોલીસ ચોકીથી હિમાલય ફ્લેટ સુધીનો રસ્તો ખોદકામ બાદ અધૂરો રહેતાં સ્થાનિકો પરેશાન છે. અરજદાર રોનકભાઈ પ્રજાપતિએ જણાવ્યું કે, રસ્તા પર ખાડા અને કપચી ઊખડતી હોવા છતાં મનપાની એપમાં યોગ્ય નિરાકરણ લાવ્યા વિના જ ફરિયાદનો નિકાલ દર્શાવાયો છે. મનપાના ઇજનેરના જણાવ્યા મુજબ, ડ્રેનેજ લીકેજ અને ચોમાસાને કારણે સીસી રોડ બનાવવાનું આયોજન છે, જેની મંજૂરી બાદ કામગીરી શરૂ કરાશે.