સાયલા: ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 14 ડમ્પર પોલીસ દ્વારા ડિટેઇન
સાયલા: ટ્રાફિક નિયમોનો ભંગ કરનાર 14 ડમ્પર પોલીસ દ્વારા ડિટેઇન
Published on: 15th October, 2026

સાયલા-સુદામડા હાઈવે પર પેટ્રોલિંગ દરમિયાન, PI વાય. જી. ઉપાધ્યાય અને તેમની ટીમે ખનીજ ભરેલા 14 ડમ્પર વાહનોને ટ્રાફિક નિયમોનો ભંગ કરવા બદલ ડિટેઇન કર્યા. પોલીસ ચેકિંગથી બચવા માટે વાહનચાલકોએ ડમ્પરો એક ક્વોરી પર રાખી દીધા હતા. પોલીસે તમામ 14 વાહનોને સાયલા પોલીસ સ્ટેશન લાવી ટ્રાફિક નિયમોના ભંગ બદલ દંડ ફટકાર્યો, જેના પગલે ક્વોરી ઉદ્યોગ સાથે સંકળાયેલા લોકોમાં દોડધામ મચી ગઈ હતી. આ કાર્યવાહી દરમિયાન રોડ પર ડમ્પરોની લાંબી કતાર જોવા મળી હતી.