ગુજરાતમાં રૂ.634 કરોડનું SD PAY કૌભાંડ
ગુજરાતમાં રૂ.634 કરોડનું SD PAY કૌભાંડ
Published on: 08th September, 2026

અમરેલી સાયબર ક્રાઈમ પોલીસે SD PAY અને Apna Pay મોબાઈલ એપ દ્વારા 634 કરોડ રૂપિયાના મોટા નાણાકીય કૌભાંડનો પર્દાફાશ કર્યો છે. સોશિયલ મીડિયા પર અસાધારણ વળતર અને 15 લેયર રેફરલ બોનસની લાલચ આપી રાજ્યના દોઢ લાખથી વધુ લોકોને ઠગવામાં આવ્યા હતા. SITએ કંપનીના ડિરેક્ટર સહિત 6 આરોપીઓની ધરપકડ કરી છે. આરોપીઓએ ડમી કંપનીઓ અને 15 બેન્ક ખાતાઓ દ્વારા પૈસાની હેરાફેરી કરી હતી. NCCRP પોર્ટલ પર તપાસ કરતાં 83 સાયબર ફ્રોડની ફરિયાદો પણ સામે આવી છે.