સુરતમાં ઈ-સ્ટેમ્પ વેન્ડર પતિ-પત્નીએ ગ્રાહકના 76.44 લાખ રૂપિયા ચાઉ કર્યા
સુરતમાં ઈ-સ્ટેમ્પ વેન્ડર પતિ-પત્નીએ ગ્રાહકના 76.44 લાખ રૂપિયા ચાઉ કર્યા
Published on: 12th September, 2026

સુરતમાં જમીનના દસ્તાવેજ માટે ઈ-સ્ટેમ્પ મેળવવા આવેલા ગ્રાહક પાસેથી 76.44 લાખ રૂપિયા મેળવી ઈ-સ્ટેમ્પ ન આપી વિશ્વાસઘાત કર્યો હતો. આ મામલે સુરત શહેર ક્રાઈમ બ્રાંચે ઈ-સ્ટેમ્પ વેન્ડર પતિ-પત્ની સલોની મેવાવાલા અને રામકૃષ્ણ મેવાવાલાની ધરપકડ કરી છે. આરોપીઓએ ફરિયાદીને ઈ-સ્ટેમ્પ આપવાને બદલે અન્યને ઇસ્યુ કરી રકમનો અંગત ઉપયોગ કર્યો હતો. ફરિયાદીની ફરિયાદ બાદ પોલીસે ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.