પતિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી: બેલ્જિયમની મહિલા પત્ની દીકરીને બેલ્જિયમની નાગરિક બનાવવા માંગે છે
પતિએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરી: બેલ્જિયમની મહિલા પત્ની દીકરીને બેલ્જિયમની નાગરિક બનાવવા માંગે છે
Published on: 15th October, 2026

સુરતના એક રહેવાસીએ ગુજરાત હાઈકોર્ટમાં અરજી કરીને પોતાની અઢી વર્ષની પુત્રીના ભારતીય નાગરિકત્વના રક્ષણ માટે તાકીદના હસ્તક્ષેપની માંગ કરી છે. અરજદારનો આરોપ છે કે તેમની બેલ્જિયમની નાગરિક પત્નીએ કપટપૂર્વક તેમની સહી મેળવી બનાવટી દસ્તાવેજો દ્વારા બાળકીને બેલ્જિયમ લઈ જઈ તેનું નાગરિકત્વ સુરક્ષિત કરવાનો પ્રયાસ કર્યો છે. આ મામલે હાઈકોર્ટે કેન્દ્ર સરકાર, મુંબઈ સ્થિત બેલ્જિયમના કોન્સ્યુલેટ જનરલ અને બેલ્જિયમની મહિલાને નોટિસ પાઠવી છે. વિદેશ મંત્રાલયે જણાવ્યું છે કે આ મામલો બેલ્જિયમની કોર્ટમાં છે અને તેઓ કોર્ટના આદેશનું પાલન કરશે. કેસની વધુ સુનાવણી 23 ઓક્ટોબરે થશે.