સુરેન્દ્રનગરમાં જુગારના ૧૦ દરોડા, ૫૭ જુગારીઓ ઝડપાયા
સુરેન્દ્રનગરમાં જુગારના ૧૦ દરોડા, ૫૭ જુગારીઓ ઝડપાયા
Published on: 04th September, 2026

સુરેન્દ્રનગર જિલ્લામાં જુગાર પ્રવૃત્તિ ડામવા પોલીસે સઘન ઝુંબેશ હાથ ધરી છે. ચુડા, લીંબડી સહિત વિવિધ સ્થળોએ ૧૦ જુગારના દરોડા પાડવામાં આવ્યા હતા. આ કાર્યવાહીમાં કુલ ૫૭ જુગારીઓને ઝડપી પાડવામાં આવ્યા છે. તેમની પાસેથી રોકડા રૂપીયા, મોબાઈલ ફોન અને વાહન મળી કુલ લાખો રૂપિયાની મત્તા કબજે કરવામાં આવી છે. અનેક જુગારીઓ પોલીસને ચકમો આપી ફરાર થવામાં સફળ રહ્યા હતા, જેમને ઝડપી પાડવા પોલીસે તપાસ હાથ ધરી છે.