રાજકોટ ગ્રામ્યમાંથી નાસેલા યુવક અને સગીરા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી ઝડપાયા
રાજકોટ ગ્રામ્યમાંથી નાસેલા યુવક અને સગીરા સુરેન્દ્રનગર રેલવે સ્ટેશનેથી ઝડપાયા
Published on: 15th October, 2026

રાજકોટ ગ્રામ્યના જેતપુર પંથકમાંથી ભાગી ગયેલા 19 વર્ષીય યુવક અને 15 વર્ષીય સગીરાને સુરેન્દ્રનગર રેલવે સ્ટેશન પરથી ઝડપી લેવાયા છે. મેળામાં મળ્યા બાદ બંને અજમેર ફરીને પરત ફર્યા હતા. તેમની શંકાસ્પદ હિલચાલ જોઈ રેલવે પોલીસે પૂછપરછ કરતા સમગ્ર હકીકત બહાર આવી હતી. યુવક સામે પોક્સો હેઠળ ફરિયાદ નોંધાયેલી હોવાથી રેલવે પોલીસે બંનેને જેતપુર ઉદ્યોગનગર પોલીસને સોંપ્યા છે.