મોડાસાના ધનસુરામાં દારૂનું નેટવર્ક ચલાવતા SRP જવાન સહિત 8 સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
મોડાસાના ધનસુરામાં દારૂનું નેટવર્ક ચલાવતા SRP જવાન સહિત 8 સામે ગુજસીટોક હેઠળ કાર્યવાહી
Published on: 20th July, 2026

ધનસુરા અને આસપાસના વિસ્તારોમાં ગેરકાયદે દારૂનું નેટવર્ક ચલાવતી ટોળકી સામે ધનસુરા પોલીસે ગુજસીટોક હેઠળ 8 આરોપીઓ સામે કાર્યવાહી કરી છે. આ ટોળકીના 7 આરોપીઓને ઝડપી પાડવામાં આવ્યા છે, જ્યારે SRP જવાન સહિત એક આરોપી જેલમાં હોવાથી ટ્રાન્સફર વોરંટથી કાર્યવાહી કરાશે. આરોપીઓની ગાંધીનગર, અમદાવાદ અને સાબરકાંઠા સહિત અનેક પોલીસ સ્ટેશન વિસ્તારોમાં ગુનામાં સંડોવણી બહાર આવી છે.