ભાવનગર લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર ઉમેદ આગ્રાથી ઝડપાયો
ભાવનગર લઠ્ઠાકાંડમાં મિથેનોલ સપ્લાયર ઉમેદ આગ્રાથી ઝડપાયો
Published on: 01st September, 2026

ભાવનગરના ઝેરી દારૃકાંડમાં ૧૩ નિર્દોષ લોકોના કરુણ મોત બાદ સ્ટેટ મોનિટરિંગ સેલ (SMC) ને મોટી સફળતા મળી છે. આ સમગ્ર કૌભાંડના મુખ્ય સૂત્રધાર અને ઝેરના સપ્લાયર ઉમેદને ઉત્તરપ્રદેશના આગ્રાથી ધરપકડ કરવામાં આવ્યો છે. ઉમેદ વિદેશી દારૃમાં મિથેનોલ ભેળવી વેચાણ કરતો હતો. તેની પૂછપરછમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા છે. કોર્ટે ઉમેદના ૭ દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા છે. આ રિમાન્ડ દરમિયાન ગુજરાતભરમાં ફેલાયેલા બનાવટી દારૃના સિન્ડિકેટનો પર્દાફાશ થવાની શક્યતા છે.