મફત લેપટોપ સ્કીમ: સરકાર આપી રહી છે બાળકોને લેપટોપ? PIBએ ખોટા સમાચારનું કર્યું ખંડન.
મફત લેપટોપ સ્કીમ: સરકાર આપી રહી છે બાળકોને લેપટોપ? PIBએ ખોટા સમાચારનું કર્યું ખંડન.
Published on: 05th June, 2026

હાલમાં એક મેસેજ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં દાવો કરાયો છે કે ભારત સરકાર 'નેશનલ સ્ટુડન્ટ લેપટોપ સ્કીમ 2026' હેઠળ વિદ્યાર્થીઓને મફત લેપટોપ આપી રહી છે. પરંતુ, સરકારની ફેક્ટ-ચેકિંગ એજન્સી PIB Fact Check એ આ દાવાને સંપૂર્ણપણે ખોટો ગણાવ્યો છે. PIB દ્વારા જાહેર કરાયેલી માહિતી મુજબ, ભારત સરકારે આવી કોઈ યોજનાની જાહેરાત કરી નથી. આવા મેસેજનો હેતુ અંગત માહિતી મેળવવાનો હોઈ શકે છે, તેથી કોઈપણ અજાણી લિંક પર ક્લિક ન કરવું અને સત્તાવાર સ્ત્રોતો વિના મેસેજ ફોરવર્ડ ન કરવાની સલાહ અપાઈ છે.