રાજકોટની 870 શાળાઓમાં ‘સ્વચ્છ હાથ, પોષણ સાથ’ અભિયાન
રાજકોટની 870 શાળાઓમાં ‘સ્વચ્છ હાથ, પોષણ સાથ’ અભિયાન
Published on: 27th July, 2026

રાજકોટ જિલ્લાની 870 સરકારી શાળાઓમાં ‘સ્વચ્છ હાથ, પોષણ સાથ’ અભિયાન શરૂ કરાયું છે, જેનો ઉદ્દેશ્ય બાળ સ્વાસ્થ્ય અને સ્વચ્છતાને સુદૃઢ કરવાનો છે. આ પહેલ હેઠળ, મધ્યાહ્ન ભોજન કેન્દ્રના રસોઈયાઓને હેન્ડ ગ્લોવ્ઝ, કેપ અને એપ્રન આપવામાં આવશે, જેથી બાળકોને શુદ્ધ અને પૌષ્ટિક આહાર મળે. CSR અને લોકભાગીદારી દ્વારા શાળાઓમાં ડાઇનિંગ ટેબલ, નવા કિચન કમ સ્ટોર, ડીશ સ્ટેન્ડ અને કિચન ગાર્ડન જેવી સુવિધાઓ વધારવામાં આવશે, જેમાં દાતાઓનો પણ સહયોગ મળશે.