CJP ના દેખાવો પછી NEET વિદ્યાર્થીનીએ ઓછા માર્ક્સ આવતા આત્મહત્યા કરી
CJP ના દેખાવો પછી NEET વિદ્યાર્થીનીએ ઓછા માર્ક્સ આવતા આત્મહત્યા કરી
Published on: 27th July, 2026

મહારાષ્ટ્રના અહિલ્યાનગર જિલ્લામાં 19 વર્ષીય NEET વિદ્યાર્થીની અંકિતા સાંગલેએ પરીક્ષામાં ઓછા માર્ક્સ આવતા તણાવમાં આવીને આત્મહત્યા કરી લીધી. દિલ્હીમાં CJP દ્વારા NEET પેપર લીક વિરોધ પ્રદર્શન પૂર્ણ થયાના એક દિવસ બાદ આ દુઃખદ ઘટના બની. અંકિતાને NEETમાં ફક્ત 166 માર્ક્સ મળ્યા હતા, જેના કારણે તેનું ડોક્ટર બનવાનું સ્વપ્ન તૂટતું જોઈ તે ઊંડા ડિપ્રેશનમાં સરી પડી હતી. પેપર લીક, પરીણામોની અનિશ્ચિતતા અને પરીક્ષાના બોજ હેઠળ અનેક વિદ્યાર્થીઓ માનસિક દબાણ અનુભવી રહ્યા છે. આ પહેલા પણ લગભગ 20 વિદ્યાર્થીઓએ આ જ કારણોસર આત્મહત્યા કરી હતી. પોલીસે આ મામલે તપાસ શરૂ કરી છે.