ગીર સોમનાથ ધો-10માં 82.34% પરિણામ, 780 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ.
ગીર સોમનાથ ધો-10માં 82.34% પરિણામ, 780 વિદ્યાર્થીઓને A1 ગ્રેડ.
Published on: 06th May, 2026

ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં ગીર સોમનાથ જિલ્લાએ 82.34% સાથે શ્રેષ્ઠ દેખાવ કર્યો છે. ગત વર્ષની સરખામણીમાં 1.13%નો વધારો થયો છે. 780 તેજસ્વી વિદ્યાર્થીઓએ A1 ગ્રેડ મેળવી શાળાનું નામ રોશન કર્યું છે. ઘુસિયા ગીર કેન્દ્ર 98.64% પરિણામ સાથે અવ્વલ રહ્યું, જ્યારે દેલવાડા કેન્દ્રનું પરિણામ 51.04% નોંધાયું.