કોમર્સ ફેકલ્ટીમાં દરેક યુનિટ પર લેબ, 450 નવા કોમ્પ્યુટર ખરીદાશે
કોમર્સ ફેકલ્ટીમાં દરેક યુનિટ પર લેબ, 450 નવા કોમ્પ્યુટર ખરીદાશે
Published on: 27th August, 2026

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીની કોમર્સ ફેકલ્ટીમાં હવે દરેક યુનિટ પર કોમ્પ્યુટર લેબ બનશે અને 450 નવા કોમ્પ્યુટર ખરીદાશે. આ નિર્ણય બીકોમમાં એફવાયના વિદ્યાર્થીઓ માટે કોમ્પ્યુટર વિષય અભ્યાસક્રમમાં સમાવવામાં આવ્યા બાદ લેવાયો છે. ફેકલ્ટી પાસે અત્યાર સુધી 250 કોમ્પ્યુટર હતા, જેની સંખ્યા વધીને 700 થશે. નવા કોમ્પ્યુટર ખરીદવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે. આ ઉપરાંત, વિદ્યાર્થીઓને એકાઉન્ટિંગ સોફ્ટવેર, ઓનલાઈન આઈટી રિટર્ન ફાઈલિંગ અને GST ફાઈલિંગ પણ શીખવવામાં આવશે.