પાલનપુરની શિક્ષિકાએ ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓમાં ગણિતનો ડર દુર કર્યો
પાલનપુરની શિક્ષિકાએ ધોરણ-1 અને 2 ના વિદ્યાર્થીઓમાં ગણિતનો ડર દુર કર્યો
Published on: 04th September, 2026

અસાસણ પ્રાથમિક શાળાના ઉપશિક્ષક મયુરીબેન નટવરભાઈ પંચાલને 16 વર્ષની સેવા અને નવીન શૈક્ષણિક પ્રયોગો માટે 2026/27ના જિલ્લા શ્રેષ્ઠ શિક્ષક પારિતોષિકથી સન્માનિત કરાશે. તેમણે પાણીની અછત અને કન્યાઓની ઓછી હાજરી વચ્ચે વાલી સંપર્ક તથા પ્રવૃત્તિસભર શિક્ષણથી હાજરી અને પરિણામ સુધાર્યા હતા. થરાદની જેતડા શાળામાં ધોરણ 1 અને 2ના વિદ્યાર્થીઓમાં ગણિતનો ડર દૂર કરવા TLM, કાર્ડ્સ અને પ્રવૃત્તિઓ કરાવી 95 ટકા સફળતા મેળવી હતી. કોરોનાકાળમાં 390 વીડિયો, 12 QR કોડ, હોમવર્ક બુક અને 500 કાર્ડ્સ બનાવી ગુજરાતભરના બાળકો સુધી સામગ્રી પહોંચાડી હતી.