સદીઓ જૂના કુરિવાજો, વ્યસનોને દૂર કરી જાગૃત્તિ ફેલાવે છે ‘શિક્ષણરથ’
સદીઓ જૂના કુરિવાજો, વ્યસનોને દૂર કરી જાગૃત્તિ ફેલાવે છે ‘શિક્ષણરથ’
Published on: 27th July, 2026

કચ્છના રાપર તાલુકાના યુવાનો દ્વારા સ્વખર્ચે શરૂ થયેલ ‘શિક્ષણરથ’ અભિયાન, 105 પછાત ગામો અને વાંઢોમાં ફરીને વ્યસનમુક્તિ, શિક્ષણ સ્તર સુધારણા અને ડ્રોપ આઉટ રેશિયો ઘટાડવાનો સંદેશ આપી રહ્યું છે. સરકારની યોજનાઓથી વંચિત વિસ્તારોમાં શિક્ષણનું મહત્વ સમજાવી, અનેક બાળકોને ફરી શાળાએ મોકલવામાં સફળતા મળી છે. યુવાનો ભાઈચારો અને એકતા દર્શાવી, માળખાગત સુવિધા વિનાના વિસ્તારોમાં પણ શિક્ષણ, આરોગ્ય જેવી સેવાઓ પહોંચાડવાનો પ્રયાસ કરી રહ્યા છે, અને કન્યા કેળવણી માટે છાત્રાલય નિર્માણ કાર્ય પણ પ્રગતિ હેઠળ છે.