સાતમથી પોરબંદર બનશે મેળાનગર, આજથી 5 દિવસ લોકમોજનો માહોલ
સાતમથી પોરબંદર બનશે મેળાનગર, આજથી 5 દિવસ લોકમોજનો માહોલ
Published on: 03rd September, 2026

સૌરાષ્ટ્રના બીજા નંબરના શ્રી કૃષ્ણસખા સુદામા સાંસ્કૃતિક લોકમેળાનો આજે ગુરુવારથી પ્રારંભ થઈ રહ્યો છે. સાતમથી શરૂ થતો આ પાંચ દિવસીય મેળો મનોરંજન, સંસ્કૃતિ અને લોકપરંપરાનો ઉત્સવ બનશે. પ્રથમ દિવસે જ એક લાખથી વધુ લોકોની મુલાકાતની અપેક્ષા છે. સલામતીને પ્રાધાન્ય આપી, જરૂરી સર્ટિફિકેટ ધરાવતી રાઇડ્સને જ મંજૂરી અપાઈ છે. સાંજે 6 વાગ્યે વિધિવત ઉદ્ઘાટન બાદ પાંચ દિવસ લોકમોજનો માહોલ જામશે. મુલાકાતીઓની સુવિધા માટે આ વર્ષે ખુરશી બેઠક અને સ્ટેજની નવી વ્યવસ્થા કરાઈ છે.