'થ્રી ઇડિયટ્સ' ની સિક્વલ બનશે?
'થ્રી ઇડિયટ્સ' ની સિક્વલ બનશે?
Published on: 03rd September, 2026

દિગ્દર્શક રાજકુમાર હિરાણીએ જણાવ્યું છે કે જો 'થ્રી ઇડિયટ્સ'ની સિક્વલ માટે ખૂબ જ સારી સ્ક્રિપ્ટ લખવામાં આવશે તો જ તે બનશે. તેમણે સંકેત આપ્યો છે કે મૂળ ફિલ્મના મુખ્ય કલાકારો આમિર ખાન, શર્મન જોશી, આર માધવન અને કરીના કપૂર ફરી જોવા મળી શકે છે. હિરાણીએ જણાવ્યું કે તેઓ અને તેમની ટીમ હાલમાં એક નવી સ્ટોરી પર કામ કરી રહ્યા છે, જે 'થ્રી ઇડિયટ્સ'ના પાત્રોના જીવનમાં બે દાયકા બાદ શું થયું તેની આસપાસ ફરે છે. તેમણે ખાતરી કરી કે સ્ટોરી નક્કર હશે તો જ સિક્વલ બનાવવામાં આવશે, જેમ 'લગે રહો મુન્નાભાઇ' વખતે થયું હતું.