તરણેતર મેળામાં યાત્રિકોનો ધસારો, 17 વધારાની બસો દોડાવાઈ
તરણેતર મેળામાં યાત્રિકોનો ધસારો, 17 વધારાની બસો દોડાવાઈ
Published on: 16th September, 2026

સુરેન્દ્રનગર જિલ્લાના પ્રસિદ્ધ તરણેતર મેળામાં યાત્રિકોનો ભારે ધસારો જોવા મળી રહ્યો છે. મુસાફરોની સુવિધા માટે ગુજરાત એસટી નિગમના રાજકોટ ડિવિઝન દ્વારા વિશેષ બસ સેવા શરૂ કરવામાં આવી છે. તા. 14 થી 17 સપ્ટેમ્બર દરમિયાન સુરેન્દ્રનગર, મૂળી, થાન થઈને તરણેતર સુધી બસો દોડાવવામાં આવી રહી છે. મંગળવારે મેળામાં ભારે ભીડ જામતા, એસટી તંત્ર દ્વારા તાત્કાલિક 17 વધારાની (એક્સ્ટ્રા) બસો દોડાવી હતી. આનાથી સાંજના 7 વાગ્યા સુધીમાં જ રૂ. 1,16,826ની આવક થઈ. યાત્રિકોની સુરક્ષા અને સુવિધા માટે વધારાનો સ્ટાફ અને મિકેનિકલ સ્ટાફ પણ સ્ટેન્ડબાય રાખવામાં આવ્યો છે.