જામનગરના રાજપાર્કમાં થોડા વરસાદમાં આંગણવાડીનું પ્રાંગણ તળાવ બન્યું
જામનગરના રાજપાર્કમાં થોડા વરસાદમાં આંગણવાડીનું પ્રાંગણ તળાવ બન્યું
Published on: 16th September, 2026

જામનગર શહેરમાં મેઘરાજાની પધરામણી સાથે જ પાણી ભરાવાની સમસ્યાઓ સામે આવી રહી છે. વોર્ડ નં. 10ના રાજપાર્ક વિસ્તારમાં આંગણવાડી કેન્દ્ર-4નું પ્રાંગણ થોડા વરસાદમાં જ પાણીમાં ગરકાવ થઈ જતાં નાના ભૂલકાંઓ અને તેમના વાલીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. વરસાદી પાણીના યોગ્ય નિકાલના અભાવે આંગણવાડીનું પ્રાંગણ તળાવ જેવું બની જાય છે, જેના કારણે બાળકોને આવવા-જવામાં મુશ્કેલી પડે છે અને કપડાં-જૂતાં ભીંજાઈ જાય છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ, આ સમસ્યા વારંવાર બનતી હોવાથી કાદવ-કીચડની સ્થિતિ રહે છે. વાલીઓ નગરસેવકો પાસે કાયમી ઉકેલની માગ કરી રહ્યા છે.