રખિયાલમાં યુવતી મામલે મિત્રએ મિત્ર પર કર્યો જીવલેણ હુમલો
રખિયાલમાં યુવતી મામલે મિત્રએ મિત્ર પર કર્યો જીવલેણ હુમલો
Published on: 16th September, 2026

અમદાવાદના રખિયાલમાં એક યુવતીની બાબતે થયેલા નજીવા વિવાદમાં મિત્રએ જ મિત્ર પર જીવલેણ હુમલો કર્યો છે. ચકુડિયા મહાદેવ મંદિર સામે પાનના ગલ્લા પર આ ઘટના બની હતી. આરોપી સમીરે યુવતીની બાબતે બોલાચાલી બાદ પીડિત યુવક મોહમ્મદ સુફેલના માથામાં ઉપરાઉપરી ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા. ગંભીર રીતે ઇજાગ્રસ્ત સુફેલને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરાયો છે. પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા કવાયત હાથ ધરી છે.