જેટકોમાં 8000 જગ્યાના વાયદા સામે 271ની ભરતી!
જેટકોમાં 8000 જગ્યાના વાયદા સામે 271ની ભરતી!
Published on: 16th September, 2026

વડોદરા જેટકો (Jetco) ની ભરતી મુદ્દે રાજ્યભરના 200-300 ઉમેદવારોએ રેસકોર્સ ખાતે દેખાવો કર્યા. ઈલેક્ટ્રિકલ આસિસ્ટન્ટ ભરતી-2026 સહિત વિવિધ મુદ્દાઓ પર ન્યાયની માગ કરી. અગાઉ 8000 જગ્યા ભરવાનો વાયદો હતો, પણ માત્ર 271ની ભરતી કરાયાનો આક્ષેપ. આઉટસોર્સિંગ પદ્ધતિ બંધ કરી લાયક ઉમેદવારોને નિયમિત ભરતીમાં તક આપવાની તથા એપ્રેન્ટિસ ઉમેદવારોનું ભવિષ્ય સુરક્ષિત કરવાની માંગ કરાઈ. છેલ્લા ચાર વર્ષથી ભરતી ન થતાં અને નિમણૂક આદેશ ન મળતાં ઉમેદવારોમાં રોષ જોવા મળ્યો.