વડોદરામાં પાણીની લાઇન સમારકામ પૂર્ણ
વડોદરામાં પાણીની લાઇન સમારકામ પૂર્ણ
Published on: 16th September, 2026

વડોદરા કોર્પોરેશન દ્વારા માંજલપુરના તુલસીધામ ચાર રસ્તા પાસે પાણીની લાઇનના ભંગાણ બાદ સમારકામ થયું છે. જોકે, લાઇનનું કામ પૂર્ણ થયા પછી પણ રસ્તાનું પેચવર્ક થયું નથી. આ કારણે બેરીકેડ યથાવત્ છે, જેનાથી વાહનચાલકોને મુશ્કેલી પડી રહી છે. 24 કલાક અવરજવર રહેતા આ માર્ગ પર વાહનોને પસાર થવામાં હાલાકી થાય છે, અને રાત્રિના સમયે અકસ્માતનો ભય રહે છે. સ્થાનિકો તાત્કાલિક પેચવર્ક અને બેરીકેડ હટાવવાની માગ કરી રહ્યા છે.