તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સનો પ્રારંભ
તાપીના ગ્રામ્ય વિસ્તારોમાં રૂ. 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સનો પ્રારંભ
Published on: 19th July, 2026

તાપી જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આરોગ્ય સેવાઓ સુધારવા માટે મહત્વપૂર્ણ પગલું લેવાયું છે. જિલ્લા સેવા સદનથી જિલ્લા પંચાયત પ્રમુખ ચંચળબેન ચૌધરીએ જિલ્લા વિકાસ અધિકારી રામનિવાસ બુગાલિયાની હાજરીમાં રૂ. 80 લાખના ખર્ચે 5 નવી એમ્બ્યુલન્સને લીલી ઝંડી આપી પ્રસ્થાન કરાવ્યું. આ એમ્બ્યુલન્સ 15મા નાણાપંચ (1) અને આયોજન મંડળ (4)ની ગ્રાન્ટમાંથી ખરીદાઈ છે. અંતરિયાળ વિસ્તારોમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં કાર્યરત થવાથી દર્દીઓને સમયસર સારવાર મળશે. પ્રમુખે જણાવ્યું કે, ગ્રામ્ય દર્દીઓ, સગર્ભા અને નવજાત બાળકોને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડવામાં આ મદદરૂપ થશે.