અમદાવાદના વિસ્તારોમાં પીવાલાયક નથી પાણી
અમદાવાદના વિસ્તારોમાં પીવાલાયક નથી પાણી
Published on: 12th July, 2026

અમદાવાદ શહેરના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા કેટલાક સમયથી પ્રદૂષિત પાણી આવવાની ફરિયાદો ઉઠી રહી હતી. તાજેતરમાં, આરોગ્ય વિભાગ દ્વારા જૂન મહિનામાં લેવાયેલા પાણીના 79 સેમ્પલ લેબોરેટરી તપાસમાં અનફિટ જાહેર થયા છે. પૂર્વ ઝોનમાંથી સૌથી વધુ 20 સેમ્પલ અનફિટ મળ્યા હતા. પાણીના જગ અને આઈસ ફેક્ટરીઓમાંથી પણ સેમ્પલ લેવામાં આવ્યા છે. પાણીમાં ક્લોરીનની માત્રા સહિત તમામ પાસાઓની તપાસ કરવામાં આવી રહી છે.