અમદાવાદ એરપોર્ટ પર Air India ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
અમદાવાદ એરપોર્ટ પર Air India ફ્લાઈટનું ઈમરજન્સી લેન્ડિંગ
Published on: 31st August, 2026

દમણથી નવી દિલ્હી જતી Air Indiaની ફ્લાઈટને સુરક્ષા સંબંધિત ધમકી મળ્યા બાદ અમદાવાદના સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ટરનેશનલ એરપોર્ટ પર તેનું ઈમરજન્સી લેન્ડિંગ કરાવવામાં આવ્યું. આ ઘટના બાદ એરપોર્ટ પ્રશાસન અને સિક્યુરિટી એજન્સીઓ એલર્ટ મોડ પર આવી ગઈ હતી. તમામ મુસાફરો સુરક્ષિત રીતે બહાર કાઢીને ટર્મિનલમાં ખસેડાયા. BDDS અને ફાયર વિભાગે ફ્લાઈટ અને સામાનની તપાસ કરી, જેમાં કોઈ શંકાસ્પદ વસ્તુ મળી નથી. આ ધમકીના સ્ત્રોત અંગે વધુ તપાસ ચાલુ છે.