વન ડે વન રોડ અભિયાન: લાયસન્સ વિનાની દુકાન સીલ, ગંદકી અને પ્લાસ્ટિક મુદ્દે દંડ
વન ડે વન રોડ અભિયાન: લાયસન્સ વિનાની દુકાન સીલ, ગંદકી અને પ્લાસ્ટિક મુદ્દે દંડ
Published on: 31st August, 2026

વડોદરા મ્યુનિસિપલ કોર્પોરેશન (VMC) ની ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા ‘વન ડે વન રોડ’ અભિયાન હેઠળ શહેરના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દિવાળીપુરા કોર્ટ સામે એક દુકાન જરૂરી લાયસન્સ ન હોવાથી સીલ કરવામાં આવી. અન્ય દુકાનોમાં ગંદકી અને સિંગલ યુઝ પ્લાસ્ટિકના વેચાણ-ઉપયોગ બદલ દંડ ફટકારવામાં આવ્યો. પ્રતિબંધિત પ્લાસ્ટિકના ઉપયોગ સામે તંત્ર દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી. આ અભિયાનમાં સંબંધિત વોર્ડ ઓફિસ, ફૂડ સેફ્ટી અને સેનેટરી વિભાગના કર્મચારીઓ જોડાયા હતા.