બોડકદેવના મોકા કાફેમાં કોફીમાંથી જીવાત મળતા મનપાએ સીલ માર્યું
બોડકદેવના મોકા કાફેમાં કોફીમાંથી જીવાત મળતા મનપાએ સીલ માર્યું
Published on: 29th May, 2026

અમદાવાદના બોડકદેવ વિસ્તારમાં આવેલ પ્રખ્યાત મોકા કાફેમાં ગ્રાહકને કોફીમાંથી જીવાત મળી આવતા ભારે રોષ ફેલાયો હતો. ગ્રાહકે જાતે કિચનની તપાસ કરતા ત્યાં મોટી સંખ્યામાં વંદા અને અન્ય જીવજંતુઓ જોવા મળ્યા હતા. આ ગંદકીના દ્રશ્યો જોઈને ગ્રાહકના હોશ ઉડી ગયા હતા. ગ્રાહકે મનપાને ફરિયાદ કરતા AMC ફૂડ વિભાગે કાર્યવાહી કરી આ કાફેને સીલ માર્યું છે. સ્વચ્છતાના ધજાગરા ઉડાવતી ઘટનાએ ચકચાર જગાવી છે.