અમરેલીમાં અમિત શાહના હસ્તે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ
અમરેલીમાં અમિત શાહના હસ્તે ‘ગુજરાત ગૌરવ સરોવર’નું લોકાર્પણ
Published on: 27th August, 2026

અમરેલીના દુધાળા ગામ ખાતે ધોળકિયા ફાઉન્ડેશન દ્વારા 4 કરોડથી વધુના ખર્ચે 80 હજાર ચોરસ ફૂટમાં નિર્માણ પામેલ ‘ગુજરાત ગૌરવ સરોવર’નું આજે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે લોકાર્પણ કરવામાં આવ્યું. આ સરોવરમાં 23 કરોડ લિટર પાણીનો સંગ્રહ થઈ શકે છે. આ જળસંચય પ્રોજેક્ટથી 70થી વધુ ગામોના ખેડૂતોને સીધો લાભ મળશે, જે ખારાપાટ વિસ્તારને પાણીથી સમૃદ્ધ બનાવશે.