અમદાવાદમાં 7 જગ્યાએ ખાનગી બસોનો જમાવડો
અમદાવાદમાં 7 જગ્યાએ ખાનગી બસોનો જમાવડો
Published on: 27th August, 2026

અમદાવાદ શહેરમાં કોમનવેલ્થ અને ઓલિમ્પિક જેવી આંતરરાષ્ટ્રીય રમતોત્સવોની તૈયારીઓ વચ્ચે ટ્રાફિકની સમસ્યા વકરતી જાય છે. દિવ્ય ભાસ્કરના રિયાલિટી ચેકમાં એસજી હાઈવે, RTO સર્કલ, શાહીબાગ સહિત 7 વિસ્તારોમાં રાત્રિ 10 વાગ્યા પહેલા ખાનગી બસોના પ્રવેશ પર પ્રતિબંધ હોવા છતાં બેરોકટોક અવર-જવર જોવા મળી હતી. આ બાબતે ટ્રાફિક પોલીસની નિષ્ક્રિયતા સ્પષ્ટપણે દેખાઈ રહી છે, જ્યારે સામાન્ય નાગરિકો સામે કાર્યવાહી થાય છે. આ અંગે ઉચ્ચ અધિકારીઓએ પણ ધ્યાન આપ્યું નથી.