સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ
સાગબારા-ઉમરપાડા જંગલ જમીન વિવાદ
Published on: 27th August, 2026

નર્મદાના સાગબારા અને સુરતના ઉમરપાડા તાલુકા વચ્ચે જંગલ જમીનનો વિવાદ 19 દિવસથી યથાવત્ છે. સાગબારાના 12 ગામોના ખેડૂતો ઉમરપાડામાં ખેતીની મંજૂરી માટે ઉપવાસ પર છે, જ્યારે વન વિભાગ અને ઉમરપાડાના ખેડૂતો તેમને રોકી રહ્યા છે. આ મામલે ભરૂચના સાંસદ મનસુખ વસાવા અને કોંગ્રેસ, AAP નેતાઓનો ટેકો મળ્યો છે. સરકારમાં રજૂઆતો બાદ આ મુદ્દો ગાંધીનગર પહોંચ્યો છે. ખેડૂતોએ જમીન ખેડવાનું એલાન કર્યું છે, જેથી આજનો દિવસ મહત્વનો રહેશે. ઉકાઈ ડેમ અસરગ્રસ્તોને ફાળવેલી જમીન પર છેલ્લા 20 વર્ષથી ખેતી થઈ રહી હતી, પરંતુ છેલ્લા 2 વર્ષથી આ વિવાદ વકર્યો છે.