અરવલ્લી-સાબરકાંઠામાં અડધો વરસાદ
અરવલ્લી-સાબરકાંઠામાં અડધો વરસાદ
Published on: 27th August, 2026

ઉત્તર ગુજરાતમાં ખરીફ પાકનું 92.50% વાવેતર થયું છે, પરંતુ વરસાદ માત્ર 55.48% જ નોંધાયો છે. અરવલ્લી અને સાબરકાંઠામાં તો વરસાદ અડધાથી પણ ઓછો, માત્ર 46.22% અને 46.61% રહ્યો છે. પાક ઊભો છે પણ પાણીની તરસ છે. કેનાલોમાં નર્મદાનું પાણી અપૂરતું છે, તેથી નાના ખેડૂતોને પાક બચાવવા મોંઘા ભાડે પાણી લેવું પડી રહ્યું છે, જેમાં 2 વીઘા માટે રૂ. 4,800 સુધીનો ખર્ચ થાય છે. જો વરસાદ નહીં પડે તો શિયાળુ વાવેતર પર પણ તેની માઠી અસર થશે.