ટકાઉ સ્વચ્છતા અને પ્લાસ્ટિક પાયરોલિસિસ
ટકાઉ સ્વચ્છતા અને પ્લાસ્ટિક પાયરોલિસિસ
Published on: 27th August, 2026

પાટણ નગરપાલિકાના ચીફ ઓફિસર હિરલબેન ઠાકરને નવી દિલ્હી ખાતે હાઉસિંગ એન્ડ અર્બન ડેવલપમેન્ટ કોર્પોરેશન દ્વારા શહેરી વિસ્તારમાં ટકાઉ સ્વચ્છતા અને કચરાના વૈજ્ઞાનિક નિકાલની ઉત્કૃષ્ટ કામગીરી માટે બેસ્ટ પ્રેક્ટિસ ઇન સેનિટેશન એવોર્ડથી સન્માનિત કરાયા. પેટલાદમાં ગુજરાતનો પ્રથમ પ્લાસ્ટિક-પાયરોલિસિસ પ્લાન્ટ સ્થાપી, નકામા પ્લાસ્ટિકમાંથી ઇંધણ બનાવવાનો અને "મિયાવાકી અર્બન ફોરેસ્ટ" ઊભું કરવાનો નવતર પ્રયોગ કરવા બદલ આ સન્માન મળ્યું હતું. સ્વચ્છ સર્વેક્ષણ 2020 અંતર્ગત પેટલાદને 50,000 થી 1 લાખ વસ્તી કેટેગરીમાં વેસ્ટ ઝોનમાં બેસ્ટ સિટી ઇન ઇનોવેશન એન્ડ બેસ્ટ પ્રેક્ટિસનો રાષ્ટ્રીય પુરસ્કાર પણ મળ્યો હતો.