પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં લિફ્ટમાં ફસાયેલા યુવાનનું ફાયર વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું
પોરબંદરની ખાનગી હોસ્પિટલમાં લિફ્ટમાં ફસાયેલા યુવાનનું ફાયર વિભાગે સફળતાપૂર્વક રેસ્ક્યુ કર્યું
Published on: 27th August, 2026

પોરબંદરની અવધ આશીર્વાદ હોસ્પિટલમાં વહેલી સવારે વીજકાપના કારણે એક ખાનગી લિફ્ટ અચાનક બંધ પડી ગઈ હતી. આ લિફ્ટમાં 23 વર્ષીય યુવાન ફસાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ ફાયર એન્ડ ઈમરજન્સી સર્વિસીસ વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી. જહેમત બાદ, ફાયર ફાઈટરોએ ખાસ ટેકનિકનો ઉપયોગ કરીને લિફ્ટનો દરવાજો ખોલી યુવાનને સુરક્ષિત રીતે બહાર કાઢ્યો હતો, જેનાથી તેના પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.