રાજપીપળા-વડોદરા ST બસ સેવા શરૂ કરવા વેપારી મંડળોની જિલ્લા કલેક્ટરને રજૂઆત
રાજપીપળા-વડોદરા ST બસ સેવા શરૂ કરવા વેપારી મંડળોની જિલ્લા કલેક્ટરને રજૂઆત
Published on: 28th August, 2026

રાજપીપળાને વડોદરા સાથે જોડતો પોઇચા બ્રિજ ભારદારી વાહનો માટે એક વર્ષથી બંધ હોવાથી ST નિગમની બસો તિલકવાડા થઈ 40 કિમીથી વધુ ફેરો મારી રહી છે. આ કારણે વિદ્યાર્થીઓ, વેપારીઓ અને સામાન્ય નાગરિકોને ભારે હાલાકી ભોગવવી પડે છે. રાજપીપળાના વેપારી મંડળોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપરત કરી પોઇચા બ્રિજ પરથી ST બસ સેવા તાત્કાલિક પુનઃ શરૂ કરવા અને નવા બ્રિજ નિર્માણની પણ માંગ કરી છે.