ખેડૂતોનો NH-68 બાયપાસ રૂટ બદલવા સામે ઉગ્ર વિરોધ
ખેડૂતોનો NH-68 બાયપાસ રૂટ બદલવા સામે ઉગ્ર વિરોધ
Published on: 28th August, 2026

પાટણમાં નેશનલ હાઇવે-68 ના નવા બાયપાસ એલાઈન્મેન્ટ સામે ખેડૂતોમાં રોષ જોવા મળ્યો છે. સાંડેસરપાટી અને બકરાતપુરા વિસ્તારના ખેડૂતોએ ડ્રાફ્ટ નોટિફિકેશન સામે કલેક્ટરને આવેદન આપીને ભ્રષ્ટાચાર અને રાજકીય લાભ માટે રૂટ બદલવામાં આવ્યાના ગંભીર આક્ષેપો કર્યા છે. સાંડેસરપાટી વિસ્તારના ઊંચા જમીન ભાવ સામે નીચી જંત્રી મુજબ વળતર મળવાથી ખેડૂતો પાયમાલ થઈ જવાની ભીતિ વ્યક્ત કરી છે. રાજકીય નેતાઓ અને વેપારીઓને ફાયદો કરાવવા માટે જાણી જોઈને એલાઈન્મેન્ટ બદલવામાં આવ્યાનો આરોપ છે. આ ઉપરાંત ટી.પી. સ્કીમમાં જમીન કપાત અને શંકાસ્પદ જમીન લે-વેચની તપાસની માંગ સાથે નોટિફિકેશન રદ કરી વૈકલ્પિક માર્ગ નક્કી કરવાની માગ કરી છે.