વલસાડના ડુંગરીમાં ગૌવંશને રેડિયમ બેલ્ટ
વલસાડના ડુંગરીમાં ગૌવંશને રેડિયમ બેલ્ટ
Published on: 28th August, 2026

ડુંગરી નજીકના કાંઠા વિસ્તારમાં રાત્રિના સમયે રસ્તા પર રખડતાં પશુઓ વાહનચાલકો માટે ગંભીર જોખમ ઊભું કરી રહ્યા છે. આ સમસ્યાને ધ્યાનમાં રાખીને ‘હિન્દુ સેના વલસાડ’ દ્વારા ગૌવંશ અને વાહનચાલકોની સુરક્ષા માટે ખાસ ઝુંબેશ હાથ ધરાઈ છે. ટીમે છરવાડા, માલવણ અને વાપી વિસ્તારના સહયોગથી રખડતાં ગૌવંશના ગળામાં રેડિયમ (રિફ્લેક્ટિવ) બેલ્ટ બાંધ્યા છે, જે અંધારામાં પણ વાહનોની લાઈટ પડતાં સ્પષ્ટ દેખાશે અને અકસ્માતો અટકાવશે. કાયમી ઉકેલ માટે સરકાર અને જિલ્લા કલેક્ટરને વિશાળ સરકારી ગૌશાળાની માંગણી સાથે રજૂઆત કરવામાં આવશે.