અમદાવાદના કાલુપુરના રેવડી બજાર સિંધી માર્કેટમાં 20 લાખની રોકડ ચોરી
અમદાવાદના કાલુપુરના રેવડી બજાર સિંધી માર્કેટમાં 20 લાખની રોકડ ચોરી
Published on: 27th July, 2026

અમદાવાદ શહેરમાં ભારે વરસાદ દરમિયાન કાલુપુરના રેવડી બજાર સિંધી માર્કેટમાં આવેલી એક કપડાની દુકાનમાંથી 20 લાખ રૂપિયાની રોકડ ચોરી થઈ હતી. દુકાન માલિક જીતુ વાધવાણીએ શટર તૂટેલું જોઈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી. ડીસીપી ઝોન-3 સ્ક્વોડની તપાસમાં સીસીટીવી ફૂટેજના આધારે રેઈનકોટ પહેરેલા શંકાસ્પદ યુવક સાબીર શેખને કાલુપુર રેલવે સ્ટેશન પાસેથી 14 લાખ રૂપિયા રોકડા સાથે ઝડપી લેવાયો. આરોપીએ કબૂલ્યું કે તે દુકાનમાં આવતો હતો અને તિજોરીમાં રોકડ મુકવામાં આવતી હોવાની જાણ થતાં તેણે ચોરી કરી હતી.