અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ ખોવાયેલી નંબર પ્લેટ મેળવવા માટેની માર્ગદર્શિકા
અમદાવાદમાં ધોધમાર વરસાદ બાદ ખોવાયેલી નંબર પ્લેટ મેળવવા માટેની માર્ગદર્શિકા
Published on: 27th July, 2026

અમદાવાદમાં ભારે વરસાદને કારણે અનેક વાહનોની નંબર પ્લેટ નીકળી ગઈ હતી. પોલીસે રસ્તા પરથી મળેલી 500થી વધુ નંબર પ્લેટ નજીકના પોલીસ સ્ટેશનમાં જમા કરાવી છે. આ નંબર પ્લેટ પરત મેળવવા માટે, વાહનચાલકોએ નજીકના પોલીસ સ્ટેશનમાં જાણવા જોગ નોંધ કરાવવી પડશે. તેમને RC બુક, Driving Licence અને ઓળખપત્ર સાથે લઈ જવા જણાવવામાં આવ્યું છે. નવી નંબર પ્લેટ મેળવવા માટે પણ આ જાણવા જોગ ફરિયાદની કોપી જરૂરી રહેશે. અમદાવાદ પોલીસે અત્યાર સુધીમાં 200થી વધુ નંબર પ્લેટ તેમના માલિકોને પરત આપી છે.