ડભોઇ નગરપાલિકા અને પોલીસ દ્વારા દર્ભાવતી સ્પોર્ટસ સંકુલમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી
ડભોઇ નગરપાલિકા અને પોલીસ દ્વારા દર્ભાવતી સ્પોર્ટસ સંકુલમાં યોગ દિવસની ભવ્ય ઉજવણી
Published on: 22nd June, 2026

21 જૂન આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે ડભોઇ નગરપાલિકા અને ડભોઇ પોલીસ સ્ટેશન દ્વારા દર્ભાવતી સ્પોર્ટ્સ સંકુલના બોક્સ ક્રિકેટ ગાઉન્ડમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવી. યોગ શારીરિક, માનસિક અને આધ્યાત્મિક સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના પ્રયાસોથી ૨૦૧૫ થી દર વર્ષે ૨૧ જૂને યોગ દિવસ ઉજવાય છે. આ પ્રસંગે ડભોઇ પોલીસ ઇન્સ્પેક્ટર, ચીફ ઓફ્સર, મેનેજર, ગુજરાત યોગ બોર્ડના પ્રતિનિધિઓ, પોલીસ જવાનો, હોમગાર્ડ, ગ્રામ રક્ષક દળ અને નગરપાલિકાના કર્મચારીઓએ ભાગ લીધો હતો.