ભુજનું ધુનારા તળાવનું પુનર્જીવન
ભુજનું ધુનારા તળાવનું પુનર્જીવન
Published on: 22nd June, 2026

ભુજનું ઐતિહાસિક ધુનારા તળાવ, જે વર્ષોથી ઉપેક્ષિત હતું અને કચરાના ડમ્પિંગ યાર્ડ બની ગયું હતું, તેનો કાયાકલ્પ થયો છે. સરકારી તંત્રના અંદાજે રૂ.30 લાખના ખર્ચ વિના, માત્ર લોકભાગીદારી અને ખેડૂતોના સહયોગથી આ કાર્ય થયું છે. 4 એકરમાંથી બાવળો દૂર કરી, કચરો અને દબાણો હટાવી, 3 એકર ભાગ ઊંડો કરાયો, જેમાં 1500 ડમ્પર માટી ખેડૂતો પોતાના ખેતરોમાં લઈ ગયા. 77 એકરનું આ તળાવ આગામી ચોમાસામાં જળબંબોળ થવા તૈયાર છે.